Home / Entertainment / અરિજીત સિંઘનો ચાહકો માટે ભાવુક સંદેશ: પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ બાદ પહેલી પ્રતિક્રિયા

અરિજીત સિંઘનો ચાહકો માટે ભાવુક સંદેશ: પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ બાદ પહેલી પ્રતિક્રિયા

Arijit Singh First Message Fans Playback Singing Retirement

જાન્યુઆરીમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરનાર બોલિવૂડના મશહૂર ગાયક અરિજીત સિંઘે ચાહકો સાથે સીધો સંવાદ કર્યો છે. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે એક ભાવુક પોસ્ટ લખી, જેમાં તેમણે પોતાના સાંભળનારાઓ પ્રત્યે પ્રેમ અને આભાર વ્યક્ત કર્યો છે.

તેમણે પોસ્ટની શરૂઆતમાં જ એક વિનંતી કરી હતી, “આ સંદેશો માત્ર મારા સાંભળનારાઓ માટે છે. કૃપા કરીને જો તમે મારા શ્રોતા ન હો તો અત્યારે આગળ ન વાંચતા. હેલો સુંદર લોકો! હું તમને બધાને કહેવા માંગુ છું કે હું તમને પ્રેમ કરું છું. આ નિર્દય દુનિયામા તમારી દયા માટે ખૂબ ખૂબ આભાર.”

અરિજીતે સ્પષ્ટતા કરી કે તેણે નવા ગીતો ગાવાનું બંધ કરી દીધું છે, પરંતુ તેમની પાસે પહેલેથી રેકોર્ડ થયેલા અને બાકી રહેલા ગીતોનો ઢગલો છે, જે આવનારા સમયમાં રિલીઝ થતા રહેશે.

તેમણે લખ્યું, “ભલે મેં નવા અસાઇનમેન્ટ લેવાના બંધ કરી દીધા છે, પણ બાકીના ગીતોની યાદી ઓછી નથી. મારે ઘણા બધા ગીતો પૂરા કરવાના છે. લોકોને સમજાવવામાં ન પડો, તમે કેટલી વાર સમજાવશો? ઘણા બધા અધૂરા ગીતો છે, તે બધા પૂરા ન થાય ત્યાં સુધી રિલીઝ થતા રહેશે. કદાચ આખું વર્ષ, કદાચ આવતા વર્ષ સુધી પણ આ સિલસિલો ચાલુ રહેશે. તમે શાંત રહેજો. આ પ્લેટફોર્મથી દૂર રહેવાનો પ્રયત્ન કરજો. તમારા શરીરમાંથી સ્પાઇક પ્રોટીન દૂર કરો, 5G છોડો, પ્રેમ વાંચો, ધ્યાન કરો. જય દેવી!”

Arijit Singh Post on X Account
Arijit Singh Post on X Account

જ્યારે અરિજીત સિંઘે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી

આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે થોડા અઠવાડિયા પહેલા જ અરિજીતે ચાહકોને ચોંકાવી દીધા હતા. તેમણે જાહેરાત કરી હતી કે હવે તેઓ પ્લેબેક ગાયક તરીકે કોઈ નવું કામ સ્વીકારશે નહીં અને આ ખૂબસૂરત સફરને અહીં જ વિરામ આપી રહ્યા છે.

તેમણે ત્યારે લખ્યું હતું, “હેલો, તમને બધાને નવા વર્ષની શુભકામના. હું તમારા બધાનો આભાર માનું છું કે તમે મને આટલા વર્ષો સુધી શ્રોતા તરીકે આટલો બધો પ્રેમ આપ્યો. હું ખુશી સાથે જાહેરાત કરું છું કે હવેથી હું પ્લેબેક ગાયક તરીકે કોઈ નવું કામ લેવાનો નથી. હું આ સફરને અહીં વિરામ આપું છું. તે એક અદ્ભુત સફર હતી.”

અરિજીત સિંઘ ૨૦૦૫માં રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’થી ઓળખાયા હતા. ૨૦૧૧માં ફિલ્મ ‘મર્ડર ૨’ના ગીત ‘ફિર મોહબ્બત’થી તેમણે હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. આ ગીત ચાહકોનું ફેવરિટ બની ગયું હતું. તાજેતરમાં જ તેમણે સાઈ પલ્લવી અને જુનૈદ ખાનની આગામી ફિલ્મ ‘એક દિન’ માટે પોતાનો અવાજ આપ્યો છે.

આ પણ વાંચો : રશ્મિકા મંદન્ના વિજય દેવરકોંડા ઉદયપુર લગ્ન: મહેમાનોની યાદી અને વિરોશ વેડિંગ અપડેટ

Tagged:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *